1 કરિંથીઓને 16 : 1 (GUV)
હવે સંતોને માટે ફાળો એકઠો કરવા વિષે [લખું છું]:જેમ મેં ગલાતિયાની મંડળીઓને આજ્ઞા આપી તેમ જ તમે પણ કરો.
1 કરિંથીઓને 16 : 2 (GUV)
હું આવું ત્યારે તમારે ઉઘરાણાં કરવા ન પડે, માટે [દર] અઠવાડિયાને પહેલે દિવસે તમારામાંના દરેકે પોતાની કમાણી પ્રમાણે [કંઈક] રાખી મૂકવું.
1 કરિંથીઓને 16 : 3 (GUV)
જ્યારે હું આવીશ ત્યારે જેઓને તમે પસંદ કરશો, તેઓને પત્રો આપીને હું તમારું દાન યરુશાલેમ લઈ જવાને મોકલીશ.
1 કરિંથીઓને 16 : 4 (GUV)
અને જો મારે પણ જવું યોગ્ય જણાય, તો તેઓ મારી સાથે આવશે.
1 કરિંથીઓને 16 : 5 (GUV)
પણ મકદોનિયા ઓળંગ્યા પછી હું તમારી પાસે આવીશ, કેમ કે હું મકદોનિયામાં થઈને જનાર છું.
1 કરિંથીઓને 16 : 6 (GUV)
હું તમારી સાથે કદાચ રહીશ, અથવા શિયાળો પણ કાઢીશ કે, જેથી જ્યાં હું જાઉં‍ ત્યાં તમે મને મારે માર્ગે પહોંચાડો.
1 કરિંથીઓને 16 : 7 (GUV)
કેમ કે હમણાં જતાં જતાં તમારી મુલાકાત લેવાની મારી ઇચ્છા નથી, કેમ કે જો પ્રભુની ઇચ્છા હશે તો હું થોડી વાર તમારી સાથે રહેવાની આશા રાખું છું.
1 કરિંથીઓને 16 : 8 (GUV)
પણ હું પચાસમાના પર્વ સુધી એફેસસમાં રહીશ.
1 કરિંથીઓને 16 : 9 (GUV)
કેમ કે એક મહાન અને કાર્ય સફળ થાય એવું દ્વાર મારે માટે ઉઘાડવામાં આવ્યું છે, અને વિરોધીઓ ઘણા છે.
1 કરિંથીઓને 16 : 10 (GUV)
પણ જો તિમોથી આવે તો તે તમારી સાથે નિર્ભય રહે, એ વિષે સંભાળ રાખજો; કેમ કે મારી માફક તે પણ પ્રભુનું કામ કરે છે.
1 કરિંથીઓને 16 : 11 (GUV)
એ માટે કોઈએ તેને તુચ્છ માનવો નહિ, પણ શાંતિથી તમે તેને પહોંચાડજો કે, તે મારી પાસે આવે. કેમ કે ભાઈઓની સાથે તેના આવવાની હું રાહ જોઉં છું.
1 કરિંથીઓને 16 : 12 (GUV)
હવે ભાઈ આપોલસ વિષે [મારે એટલું જ કહેવું છે કે] ભાઈઓની સાથે તમારી પાસે આવવાને મેં તેને બહુ વિનંતી કરી. અને હમણાં આવવાની તેની બિલકુલ ઇચ્છા નહોતી. પણ જ્યારે તેને અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે તે આવશે.
1 કરિંથીઓને 16 : 13 (GUV)
જાગૃત રહો, વિશ્વાસમાં દઢ રહો, પુરુષાતન દેખાડો, બળવાન થાઓ.
1 કરિંથીઓને 16 : 14 (GUV)
જે કંઈ તમે કરો તે પ્રેમથી કરો.
1 કરિંથીઓને 16 : 15 (GUV)
ભાઈઓ, તમે સ્તેફનાસના કુટુંબને જાણો છો કે, તેઓ અખાયાનું‍ પ્રથમફળ છે, અને તેઓ સંતોની સેવામાં લાગુ રહ્યા, માટે હું તમને વિનંતી કરું છું કે,
1 કરિંથીઓને 16 : 16 (GUV)
તમે એવા માણસોને, તેમ જ જેટલા કામમાં સહાય કરીને યત્ન કરે છે તેઓને પણ આધીન થાઓ.
1 કરિંથીઓને 16 : 17 (GUV)
સ્તેફનાસ, ફોર્તુનાતસ તથા અખાઈકસના આવવાથી હું આનંદ પામું છું, કેમ કે તમારા તરફથી જે અધૂરું હતું તે તેઓએ પૂરું કર્યું છે.
1 કરિંથીઓને 16 : 18 (GUV)
કેમ કે તેઓએ મારા તથા તમારા આત્માને પણ ઉત્તેજિત કર્યા છે, માટે એવા માણસોને માન આપો.
1 કરિંથીઓને 16 : 19 (GUV)
આસિયાની મંડળીઓ તમને સલામ કહે છે, આકુલા, પ્રિસ્કા તથા તેઓના ઘરમાં એકઠી થતી મંડળી પ્રભુમાં તમને ઘણી સલામ કહે છે.
1 કરિંથીઓને 16 : 20 (GUV)
સર્વ ભાઈઓ તમને સલામ કહે છે. પવિત્ર ચુંબન કરીને એકબીજાને સલામ કહેજો.
1 કરિંથીઓને 16 : 21 (GUV)
હું પાઉલ મારે પોતાને હાથે તમને સલામ લખું છું.
1 કરિંથીઓને 16 : 22 (GUV)
જો કોઈ માણસ પ્રભુ પર પ્રેમ કરતો ન હોય, તો તે શાપિત થાઓ.
1 કરિંથીઓને 16 : 23 (GUV)
આપણા પ્રભુ આવનાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો.
1 કરિંથીઓને 16 : 24 (GUV)
ખ્રિસ્ત ઈસુમાં મારો પ્રેમ તમો સર્વની સાથે થાઓ આમીન.???????? 1

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

BG:

Opacity:

Color:


Size:


Font: